પ્રજાહિતમાં ભાજપે પાલિકાનું શાસન સંભાળ્યું : કાંતિ અમૃતિયા

- text


 

કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ કેળવી ન શકી: ભારતીય જનતા પક્ષના સ્થિર શાસનના પ્રજાના વિકાસ કાર્યો ઝડપી થશે : અમૃતિયા

- text

મોરબી : ગઈકાલે મળેલી મોરબી નગર પાલિકાની સામાન્ય સભામાં ભાજપને જાદુઈ બહુમતી મળતા પ્રમુખ પદે ગીતાબેન કંઝારિયા અને ઉપપ્રમુખ પદે ભરતભાઈ જારિયાની વરણી સાથે હવે પાલિકામાં સ્થિર શાસનના અણસાર મળી રહ્યા છે. પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાદ મોરબી પાલિકામાં આવેલી સત્તા પલ્ટા પાછળ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાની રણનીતિ કામ કરી ગઈ છે.
મોરબી પાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે 32 બેઠકો મળી હોવા છતાં અંદરો અંદર હુંસાતુંસીમાં કોંગ્રેસે પ્રજાનો ભરોસો તોડ્યો હોવાનું જણાવી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષમાં સમયગાળામાં પાલિકામાં સ્થિર શાસન જોવા મળ્યું નથી અને પ્રજાના કામ તો પ્રજાએ ચૂંટી મોકલેલા નગર સેવકોના કામ પણ ન થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે વિકાસ સમિતિ પણ પ્રજાને સ્થિર શાસન આપી શકી નહીં, આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબીનો પ્રજાના હિતમાં 35 સભ્યોના સાથ સહકારથી ભાજપે પાલિકાનો ઉકેલ લાવી ઠપ્પ થયેલી સફાઈ વ્યવસ્થા, લાઇટિંગ, પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ ઉમેર્યું હતું કે ભાજપ સ્થિર અને વિકાસલક્ષી શાસન આપવા કટ્ટીબદ્ધ છે અને એટલા માટે જ જુના જન સંઘી ગોવિંદભાઇ ના પુત્રવધુ ગીતાબેનને જાગૃતતા પૂર્વકનું શાસન આપવા પ્રમુખપદે નિયુક્ત કર્યો છે. એજ રીતે ભરતભાઈ જારિયાની પસંદગી કરી નગરપાલિકાના શિથિલ બનેલા તંત્રને ધમધમતું કરવા ભાજપે પ્રયાસ કર્યો છે. વધુમાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને દોહરાવતા કાંતીભાઈએ જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્યમાં ભાજપ સરકાર છે અને હવે મોરબી પાલિકામાં પણ ભાજપને સતા મળતા મોરબીનો વિકાસ વધુ વેગવંતો બનશે.

- text