માળિયા : રોહિશાળા ગામે દુકાનમાં જુગાર રમતા ૮ શખ્સો ઝડપાયા

- text


મોરબી જિલ્લાનાં માળિયા.મી. તાલુકાનાનાં રોહિશાળા ગામે નરેશભાઈ કાનજીભાઈની દુકાનમાં જુગાર રમતા ૮ શખ્સોને ૬૮.૩૪૦ રૂ.ની રોકડ સહિત રૂ. ૧.૧૩ લાખનાં મુદ્દામાલ સાથે માળિયા પોલીસે જડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ માળિયા પોલીસે દુકાનની અંદર જુગાર રમતા જુગારીઓ પર માળીયા પીએસઆઇ ડાભી, ભરતભાઈ જિલરીયા, દિવ્યરાજસિંહ, મોરિભાઈ અને રમેશભાઈ સહિતના પોલીસ સ્ટાફે રેડ પાડી પ્રાણજીવન પટેલ ઉ.વર્ષ ૪૦, નરેશ પટેલ ઉ.વર્ષ ૩૨, દિલીપ પટેલ ઉ.વર્ષ ૩૨, નારવર પટેલ ઉ.વર્ષ ૬૫, જયંતી પટેલ ઉ.વર્ષ ૪૪, ઘનશ્યામ પટેલ ઉ.વર્ષ ૩૭ અને વશરામ અઘારા ઉ.વર્ષ ૩૯ને ૧.૧૩.૩૪૦ રૂ. રોકડ અને મોબાઈલ સહિતનાં મુદ્દામાલ સાથે જડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text