હળવદ : સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં ડ્રાઈવર વિરુધ અસભ્ય વર્તણૂકની ફરિયાદ

- text


હળવદ : સામૂહિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા દર્દી અને તેના સગા સાથે અસભ્ય વર્તન અને કામગીરી દરમિયાન ઢીલ કરવામાં આવતા જાગૃત નાગરિક પરેશભાઈ રાવલે સામૂહિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, ડ્રાઈવર પરેશભાઈના સબંધીને બપોરના ૪:૧૫ વાગ્યે લઈને આવેલો અને સમયસર હાજર રહ્યો ન હતો આ ઉપરાંત ગેરવર્તણૂક પણ કરી હતી. આથી આવી ગેરરીતિ દર્દી સાથે ન થાય તે માટે અધિકારીનું ધ્યાન દોરી તે માટે યોગ્ય પગલાં લેવા પરેશભાઈ રાવલ તરફથી વિનંતી કરવામાં આવી છે.

- text

- text