મોરબી : શાળાનાં શુભારંભે વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ પાર્ટી અપાઈ

- text


મોરબી : દરેક સ્કૂલમાં નવું સત્ર શરુ થતાની સાથે જ શાળા પ્રવેશોત્સવથી લઈને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે રફાળેશ્ચર ગામની પ્રાથમિક શાળાના એસ. એમ. સી અધ્યક્ષ શ્રી ખોડાભાઈ જગાભાઈ પાંચીયાએ ઉનાળુ વેકેશન ખુલતા શાળામાં રંગારંગ કાર્યક્રમ યોજી બધા વિદ્યાર્થી બાળકોને આઇસક્રીમ ખવડાવી મોજ માણી હતી. આમ, ખોડાભાઈ પાંચીયાએ નવા સત્રમાં શરૂઆતથી જ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને રસ જળવાઈ રહે તે માટેનું પ્રસંશનીય કાર્ય કરેલું છે.

- text