મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : જિલ્લા ભાજપ દ્વારા મહિલા મોરચાના પ્રમુખની નિમણુંક બાદ મહિલા મોરચાના મંત્રી અને ખજાનચીની નિમણુંક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા તથા મોરબી જિલ્લા ભાજપ મહિલામોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા વગેરે દ્વારા મળેલ માર્ગદર્શન અનુસંધાને મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચામાં મહામંત્રીપદે રંજનબેન જયંતિલાલ ભાયાણી તથા હંસાબેન મહાદેવભાઈ રંગપરીયા ઉપપ્રમુખપદે મધુબેન રાજેન્દ્રભાઈ પરમાર, જાગૃતિબેન કિરીટભાઈ પરમાર, સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, જાગૃતિબેન લખમણભાઈ સુરેલા, હર્ષાબેન ચુનીલાલ મહેતા તથા ગાયત્રીબેન જયેશભાઈ જાનીની નિમણુંક કરવામાં આવી છે જયારે મંત્રી પદે હુલાસબા ખોડુભા ઝાલા, હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા, મંજુલાબેન ગુણવંતરાય ચૌહાણ,રીટાબેન મણીલાલ આદ્રોજા, ખેરૂનબેન અલ્તાફભાઈ ખુરેશી તથા રમાબેન જયસુખભાઈ ગડારા અને કોષાધ્યક્ષ પદે ભાવનાબેન જયંતિલાલ મહેતાની નિમણુંક કરવામાં આવી હોવાનું મોરબી જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ વિજયભાઈ લોખિલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text