માળીયા મી. માં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત , મહિલા સહીત ત્રણ ના મોત

- text


 

માળીયા મી. નજીક મચ્છુ નદીના પુલ પાસે આજે સાંજે 6 વાગ્યા ની આસપાસ બે ડબલ સવાર બાઈક સામેસામે ધડાકાભેર અથડાતા અકસ્માત માં એક બાઈક માં સમાણી યુસુફ સુભાનભાઈ , મદીનાબેન હાજીભાઇ , અને બીજા બાઈક માં જેડા કાસમભાઈ ફતેહમમ્દ રહે હરીપર ના સ્થળ પાર કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જયારે ઘટના ની જાણ તથા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી જય ગુરૂબાનું કાસમભાઈ ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે મોરબી હોસ્પિટલે ખસેડાયા હતા. તેમની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ત્રણેય ના મૃતદેહો ને પીએમ અર્થે માળીયા હોસ્પિટલે ખસેડાયા છે. આ બનાવ ની જાણ મુસ્લિમ સમાજ ના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા

- text

- text