હળવદ : સુખપરની સીમમાંથી 3.26 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


હળવદ : આજરોજ શ્રી બી.આર.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી નાઓ સાથે એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. અશોકભાઇ દેત્રોજા તથા ઇશ્વરભાઇ કલોતરા તથા વિક્રમસિંહ બોરાણા તથા પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા તથા જયવંતસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.હેડ કોન્સ. હિરાભાઇ ચાવડા તથા પો.કોન્સ. ચંદુભાઇ કાણોતર એમ બધા હળવદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી.ને લગતી કામગીરી માં હતા તે દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા ને ખાનગી રાહે હકિકત મળેલ કે સુખપર ગામના ભરતભાઇ લાભુભાઇ લોદરીયા એક ટ્રક નં.આર.જે.૧૯ જીએ ૦૯૨૯ માં ઇગ્લીંશ દારૂનો જથ્થો મંગાવેલ છે. જે દારૂ સુખપર ગામની સીમમાં આવેલ એસ્ટ્રોન પેપરમીલ પાછળ સરકારી ખરાબામાં જઇ ટ્રેકટરમાં કટીંગ કરનાર છે. તેમજ આ હકિકત શ્રી એલ.એલ.બટ્ટ પો.ઇન્સ. હળવદ પો.સ્ટે.ને પણ મળેલ હોય જેઓ તેમના પો.સ્ટે.ના એ.એસ.આઇ. જેસંગભાઇ સાથે આવી ગયેલ અને એલ.સી.બી.ની ટીમ સાથે મળી હકિકત વાળા સ્થળે રેઇડ કરતા એક ટ્રક નં.આર.જે.૧૯ જી.એ. ૦૯૨૯ વાળી ઉભેલ હતી અને તેની પાળના ભાગે એક ટ્રેકટર નં.જી.જે.૦૧ એ.ક્યુ.૧૦૬૨ નું ટ્રેઇલર સાથે ઉભેલ હતુ અને ટ્રકમાથી અમુક માણસો પુઠ્ઠાની પેટીઓ ટ્રકમાથી ટ્રેકટરના ટ્રેઇલરમાં ભરતા જોવામાં આવેલ અને બાજુમાં એક સિલ્વર કરલની સ્કોર્પીયો ગાડી ચાલુ હાલતમાં જોવામાં આવેલ. જે સ્કોર્પીઓમાં બે ઇસમો પોલીસ ગાડીઓ જોઇ ભાગવામાં સફળ રહેલ અંધારાના કારણે સ્કોર્પીઓના નંબર જોઇ શકાયેલ નહી.

ટ્રક માથી માલ ખાલી કરતા મળી આવેલ ત્રણ ઇસમોના નામ પુછતા (૧) ટ્રક નં.આર.જે.૧૯ જી.એ. ૦૯૨૯ નો ચાલક જોગારામ તીલારામ જાંટ/ચૌધરી ઉ.વ.૨૪ ધંધો-ડ્રાઇવીંગ રહે.બલીસર તા.ધોરીમન્ના જિ.બાડમેર (રાજસ્થાન) તથા (૨) ટ્રક નં.આર.જે.૧૯ જી.એ.૦૯૨૯ નો ક્લીનર રાવતારામ સાંગારામ જાંટ/ચૌધરી ઉ.વ.૩૦ ધંધો-ક્લીનર રહે.બામનોર તા.ચોહટન જિ.બાડમેર (રાજસ્થાન) તથા (૩) જયંતીભાઇ ચતુરભાઇ બોહકીયા/કોળી ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.મુળ બાવળી તા.ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગર હાલ રહે.સુખપર વાળાઓ હોવાનું જણાવેલ. જેઓને સાથે રાખી ટ્રેકટરના ટ્રેઇલરમાં જોતા કુલ ૫૦ બોક્સમાં ભારતીય બનાવટના બ્યુ ટાવર એક્સ્ટ્રા ડ્રાયનજીનની ૭૫૦ મીલી ની બોટલ નંગ-૬૦૦ જોવામાં આવેલ જે નીચે ઉતારી ટ્રકમાં જોતા ટાઇલ્સના જથ્થાની પાછળ ૩૦ બોક્સમાં ભારતીય બનાવટના બ્યુ ટાવર એક્સ્ટ્રા ડ્રાયનજીનની ૭૫૦ મીલી ની બોટલ નંગ-૩૬૦ તથા રોયલ સ્ટાઇલ વિસ્કીની ૭૫૦ મીલી ની બોટલ નંગ – ૯ તથા હાઇવર્ડ ૫૦૦૦ સ્ટ્રોગ બીયરના બોક્સ નંગ-૧૫ જેમા બીયરના ૫૦૦ મીલી.ના ટીન નંગ ૩૬૦ જોવામાં આવેલ. તેમજ સ્કોર્પીયો ગાડી લઇ નાશી ગયેલ બન્ને ઇસમો બાબતે પુછતા (૧) ભરતભાઇ લાભુભાઇ લોદરીયા તથા (૨) ટ્રેકટરનો ચાલક હેમતભાઇ જાદુભાઇ કોળી રહે.બન્ને સુખપર તા.હળવદ જિ.મોરબી વાળા હોવાનું જણાવતા ઇગ્લીશ દારૂની કુલ બોટલ નં.૯૬૯ કી.રૂ.૨,૯૦,૭૦૦/- તથા બીયર ટીન નંગ- ૩૬૦ કી.રૂ.૩૬૦૦૦/- તથા ટ્રક નંગ- ૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ટ્રેક્ટર કી.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧૫,૨૬,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ અને આરોપીઓ (૧) ટ્રક નં.આર.જે.૧૯ જી.એ. ૦૯૨૯ નો ચાલક જોગારામ તીલારામ જાંટ/ચૌધરી ઉ.વ.૨૪ ધંધો-ડ્રાઇવીંગ રહે.બલીસર તા.ધોરીમન્ના જિ.બાડમેર (રાજસ્થાન) તથા (૨) ટ્રક નં.આર.જે.૧૯ જી.એ.૦૯૨૯ નો ક્લીનર રાવતારામ સાંગારામ જાંટ/ચૌધરી ઉ.વ.૩૦ ધંધો-ક્લીનર રહે.બામનોર તા.ચોહટન જિ.બાડમેર (રાજસ્થાન) તથા (૩) જયંતીભાઇ ચતુરભાઇ બોહકીયા/કોળી ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.મુળ બાવળી તા.ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગર હાલ રહે.સુખપર (૪) ભરતભાઇ લાભુભાઇ લોદરીયા રહે.સુખપર તા.હળવદ (૫) હેમતભાઇ જાદુભાઇ કોળી રહે.સુખપર તા.હળવદ વાળાઓ વિરૂધ્ધ એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. શ્રી વિક્રમસિંહ બોરાણાએ હળવદ પો.સ્ટે.માં ફરિયાદ રિપોર્ટ આપી ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text

- text