મોરબીના ચાર બાઈકર્સ બુલેટ લઇ લેહ લદાખનાં બર્ફીલા પહાડો ખુંદશે

- text


મોરબીનાં ચાર યુવાનો ડો.ભાવેશ ઠોરીયા, અલ્પેશ કામરીયા, રોહન રાંકજા અને વિજય રંગપરીયા હિમાચલ પ્રદેશના પર્વતીય ખીણ વિસ્તારોમાં બુલેટ બાઇકની યાત્રા કરવા માટે રવાના થયા 

મોરબી : મોરબીનાં ચાર બાઈકર્સ યુવાનો સાહસિકતાનાં ગુણો કેળવવા માટે બુલેટ પર લેહલદાખનાં પહાડો ખુંદી વળશે. આજથી દસ દિવસ સુધીની બાઈકયાત્રામાં ચારેય યુવાનો હિમાચલપ્રદેશથી પર્વતીય ખીણ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ત્યાંના લોકોનાં રિતરીવાજ, ભાષા, સંસ્કૃતિ, ખાનપાનનો અભ્યાસ કરશે.
મોરબીનાં ચાર યુવાનો ડો.ભાવેશ ઠોરીયા, અલ્પેશ કામરીયા, રોહન રાંકજા અને વિજય રંગપરીયા હિમાચલ પ્રદેશના પર્વતીય ખીણ વિસ્તારોમાં બુલેટ બાઇકની યાત્રા કરવા માટે રવાના થયા છે. આ ચારેય બાઈકર્સની ૧૦ દિવસની બુલેટ યાત્રાનો આજથી શુભારંભ થયો છે. ભારતભરનાં ૧૭ યુવાનો આ બુલેટ યાત્રામાં જોડાયા છે ત્યારે ગુજરાતમાંથી મોરબીના આ ચાર યુવાનો યાત્રા દરમિયાન હિમાચલ પ્રદેશના બર્ફીલા અને પહાડી પ્રદેશ લેહ લદાખ, કારગીલ, શ્રીનગર, નુ બ્રા વેલી સહિતના વિસ્તારોમાં બુલેટ યાત્રા કરશે. તેમજ ત્યાનાં લોકોની સંસ્કૃતિ અને આચારવિચાર સહિત રહેણીકરણીનો અભ્યાસ પણ કરશે. આ ચારેય યુવાનો ગત વર્ષે જેસલમેરની સાયકલ યાત્રા કરી હતી. પોતાની સાહસિક યાત્રા વિશે આ યુવાનોએ જણાવ્યું હતું કે, બરફનાં પહાડોમાં બાઈક લઈ ઘુમવું એ રોમાંચ અને આનંદની અનુભૂતિની સાથે સાથે સાહસ ખેડવાનો પડકાર છે. પોતાનામાં અને અન્ય યુવાનોમાં સાહસવૃત્તિ જાગ્રત કરવા માટે અમે આ યાત્રા કરી રહ્યા છીએ એવું મોરબીના યુવાનોએ જણાવ્યું હતું.

- text

- text