વાંકાનેર : પુત્રીના જન્મ દિવસની ઉજવણીએ રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું કર્યું આયોજન

- text


માતા-પિતાની સામાજિક સેવાનો વરસો ચાલુ રાખ્યો વરીયા પરીવારે

વાંકાનેરમાં પાલિકા સંચાલિત મ્યુની.ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા સ્વ.પી.એમ.વરીયા અને નયનાબેન પી.વરીયા દંપતીના બન્ને સંતાનોએ માત-પિતાને શ્રધાંજલિ આપવા તેમજ પરિવારની લાડકી પુત્રી ગ્રીવાના જન્મ દિવસની ઉજવણી કરવાના ભાગ રૂપે શહેરમાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કર્યું હતું. જે રક્તદાન કેમ્પ માં ૧૪૮ લોકોએ રક્તદાન તેમજ ૧૦૦ થી વધુ લોકોએ સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો.
વાંકાનેર ને કર્મભૂમિ બનાવી વરીયા દંપતી એ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ જ નહિ પરંતુ ગરીબ વિદ્યાર્થીઓ ને વિદ્યાદાન-ગરીબ પરીવાર ની પુત્રીઓ માટે સમુહલગ્ન તેમજ શ્રી ધોળેશ્વર સેવા સમિતિ દ્વારા અનેક સામજીક સેવાઓ કરનાર આ સ્વ.વરીયા દંપતીને પરીવારના લોકો દ્વારા અનોખી રીતે શ્રધાંજલિ આપવામાં આવી હતી.
પરીવાર ની લાડકી દીકરી ગ્રીવાબેન ના જન્મ દિવસની ઉજવણી કરવા આ વરીયા પરીવાર દ્વારા એક મહા રક્તદાન કેમ્પ તેમજ નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું શહેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી બંધુ સમાજ દવાખાના માં રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક અને આસ્થીન હોસ્પિટલના સહયોગ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ માં ૧૪૮ રક્તદાતા ઓ એ રક્તદાન તેમજ શહેર અને પંથકના ૧૦૦ થી વધુ દર્દીઓએ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો.
વરીયા પરીવારના સામાજિક સેવાના પ્રયાસમાં માજી સાંસદ – લલીતભાઈ મહેતા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા કલેકટર- આઈ.કે.પટેલ, જીલ્લા પોલીસ નાયબ પોલીસ અધિક્ષક – કે.બી.જાડેજા, પ્રાંત અધિકારી – એન.કે.મુછાર, જીલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ પારેખ – તાલુકાના ગોરધનભાઈ સરવૈયા,શહેર પોલીસ અધિકારી- ચંદ્રાવાડીયા- ચેતનભાઈ ગોસ્વામી સાથે ગાયત્રી પરીવાર ના અશ્વિનભાઈ રાવલ તેમજ એકતા ગ્રુપ ના એન.ડી.એસ.સાહેબ સહીત ના મહાનુભાવો એ હાજરી આપી વરીયા પરીવાર ના સેવા કાર્ય માં સહભાગી થયા હતા અને લાડકી ને આશીર્વાદ આપ્યા હતા.

- text