મોરબી : જીપીએસસીની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

- text


એક ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો : ૩૫૦૨ પરિક્ષાર્થીઓમાંથી ૨૨૧૫ પરિક્ષાર્થીઓએ પ્રથમ તબક્કાની અને ૨૧૫૮ પરિક્ષાર્થીઓએ બીજા તબક્કાની પરીક્ષામાં આપી : ૨૫% પરિક્ષાર્થીઓ ગેરહાજર : પ્રથમ પ્રશ્નપત્ર અઘરું

મોરબીમાં આજે સૌપ્રથમવાર GPSC પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૪૬ બ્લોકમાં વર્ગ -૧ અને વર્ગ-૨ માટેની લેખિત પરીક્ષા યોજાઇ હતી. ૩૫૦૨ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હતાં. જેમાંથી ૨૨૧૫ પરિક્ષાર્થીઓએ પ્રથમ તબક્કાની અને ૨૧૫૮ પરિક્ષાર્થીઓએ બીજા તબક્કાની પરીક્ષામાં હાજરી આપી હતી. ૨૫% પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. કડક બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં આ પરીક્ષા પૂર્ણ થઈ હતી.
આ પરીક્ષા દરમિયાન પરીક્ષાખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હોવાં છતાં નવયુગ વિદ્યાલયમાં એક ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરિક્ષાર્થીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે પ્રથમ તબક્કાનું પેપર અઘરું નીકળ્યું હતું આથી બીજા તબક્કામાં તેની અસર જોવા મળી હતી. આમ, એકંદરે મોરબીમાં પ્રથમવાર શાંતિપૂર્ણ GPSCની પરીક્ષા પૂર્ણ થઈ હતી.

- text