મોરબી : ૧૦૪ મીટરમાં ગેરરીતિ : ૧૮.૩૬ લાખનાં બિલ ફટકારતું વીજ તંત્ર

- text


મોરબી : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. અને પ્રશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિ. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા વીજ ચેકિંગ ઓપરેશનમાં સતત બીજા દિવસે મોરબી અને હળવદ ડિવિઝનમાં ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ચરડવા, સરા, મોરબી ગ્રામ્ય સહિત ૬૩ ગામોમાં ૮૪૮ વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ૧૦૪ મીટરમાં ગેરરીતિ માલૂમ પડતા ૧૮.૩૬ લાખનાં બિલ વીજ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યા હતા. સતત બીજા દિવસે વીજ ચેકિંગની આકરી કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

- text

- text