મોરબી : રબારી સમાજની ભાતીગળ સંસ્કૃતિ રજુ કરતી વિશાળ શોભાયાત્રા યોજાઈ

- text


વડવાળા યુવા સંગઠન દ્વારા ભવ્ય સમૂહલગ્નોત્સવના આયોજનના ભાગરૂપે રબારી સમાજની ભાતીગળ સંસ્કૃતિ શોભાયાત્રામાં રજુ કરાઈ

મોરબી : શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આજે ભવ્ય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તૃતીય સમૂહલગ્નોત્સવમાં શ્રી વડવાળા યુવા સંગઠન આયોજીત તૃતીય સમૂહલગ્નોત્સવમાં સમાજની ૧૪ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે. વડવાળા યુવા સંગઠન દ્વારા ભવ્ય સમૂહલગ્નોત્સવના આયોજનના ભાગરૂપે મૂહલગ્નોત્સવની શરૂઆતમાં રબારી સમાજની ભાતીગળ સંસ્કૃતિ રજુ કરતી વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં સર્કીટ હાઉસથી
અંદાજે ૫૦૦ વાહનો અને ૫૦ બુલેટમાં યુવાનો રબારી સમાજના ભાતીગળ પહેરવેશ સાથે જોડાયા હતા. આ ઉપરાંત શોભાયાત્રામાં હાથી,ઘોડા, ઊંટ અને ગાયોને શણગારવા આવ્યા હતા. રબારી સમાજની ભાતીગળ સંસકૃતિની ઝલક દર્શાવતી આ શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો પર ફરી ને સમુહલગ્નના સ્થળે પોહચી હતી. શોભાયાત્રામાં ઉમિયા સર્કલથી સમૂહલગ્ન સ્થળ સુધી રબારી સમાજના લોકોએ ભાતીગળ હુડો રાસની રમઝટ બોલાવી હતી. આ શોભાયાત્રા રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસ મહારાજની આગેવાનીમાં યોજાઈ હતી.

- text