મોરબી : નવનિર્માણ ક્લાસીસનો સમગ્ર જિલ્લામાં ડંકો

- text


ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૯૦ ટકાથી વધુ પીઆર મેળવનારા ૫ અને ૮૦ ટકાથી વધુ પીઆર મેળવનારા ૨૦ તારલાઓ નવનિર્માણ ક્લાસીસનાં વિદ્યાર્થીઓ

- text

ગુજરાત માધ્યમિક બોર્ડનાં જાહેર થયેલા ધોરણ ૧૦નાં પરિણામમાં નવનિર્માણ ક્લાસીસનાં છાત્રો દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં ઉત્કૃત પ્રદર્શન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં ૯૦ ઉપર પીઆર મેળવનારા પાંચ વિદ્યાર્થીઓ નવનિર્માણ ક્લાસીસનાં છે.
સમગ્ર મોરબી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ રીતે કાર્યરત નવનિર્માણ ક્લાસીસ દ્વારા ધોરણ ૧૦માં ઉત્તમ પરિણામ મેળવેલું છે. ડીવાયપી વિદ્યાલયમાં પ્રથમ સ્થાને કક્કડ નિરાલી (૯૯.૯૦ પીઆર), દોશી હાઈસ્કુલમાં દ્રિતીય સ્થાને નકુમ મેહુલ (૯૮.૧૩ પીઆર), તેમજ વી.સી. હાઈસ્કુલમાં પ્રથમ સ્થાને રાણપરા શ્યામ અને પરમાર માવજી (૮૭.૮૮ પીઆર) મેળવીને શાળા, પરિવાર તથા નવનિર્માણ ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે.
નવનિર્માણ ક્લાસીસમાં ૮૦ ટકાથી વધુ પરિણામ મેળવનાર ૨૦થી વધુ વિદ્યાર્થીઓ છે. ‘વ્યાજબી ફી સાથે ઉચ્ચ ગુણવત્તાલક્ષી પરિણામ’ – એ જ મંત્ર સાથે આ ક્લાસીસ શિક્ષણક્ષેત્રે ઉમદા કાર્ય કરી રહી છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા પાસ થનાર તમામ વિદ્યાથીઓને નવનિર્માણ ક્લાસીસ અને પૂરો શિક્ષકગણ શુભેચ્છા પાઠવે છે.

- text