મોરબી : પહેલાં વરસાદની મહેર બની કહેર : અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી : કારખાનાઓમાં પણ નુકસાની

- text


મૌસમનાં પ્રથમ વરસાદે અનેક સ્થળોએ તારાજી સર્જી. ક્યાંક આનંદ તો ક્યાંક આર્થિક નુકસાની : પ્રિ-મોન્સૂન પ્લાન હવાઈ ગયો

સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત રોજ બપોર બાદ પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરુ થઈ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી હતી. મોરબી જિલ્લામાં પણ આખો દિવસ બફારા વચ્ચે લોકોએ પસાર કર્યા બાદ મોડી સાંજે અચાનક આવેલા વાતાવરણનાં પલટાથી ઠંડા પવન સાથે મોડી સાંજથી વાવાઝોડું આવી વરસાદના નાના-મોટા ઝાપટા પડવાની અનેક સ્થળોએ શરૂઆત થઈ ગઈ હતી. ધીમેધીમે પવનની ગતિ વધતા વિજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર મોરબી જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો હતો જેમા જિલ્લાનાં મહત્તમ વિસ્તારમાં લાઇટ ગુલ થઈ જવા પામી હતી. મોરબી અપડેટને મળેલી માહિતી મુજબ..

મોરબી
મોરબી શહેરમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનનાં કારણે હોર્ડિંગ ઉડી અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા. જો કે મૌસમનાં પ્રથમ વરસાદની કુદરતી મહેરની કહેરનો સૌથી ઓછો ભોગ મોરબી શહેર બન્યું હતું.

- text

ટંકારા અને વાંકાનેર
ભારે વાવાઝોડાં સાથે આવેલા વરસાદને કારણે ટંકારા તાલુકામાં હાઈવે પર આવેલા નાનામોટા એકમો અને વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ પાસે આવેલી મલ્ટીસ્ટોન સિરામિક કંપનીમાં બહુ મોટી નુકસાની થવા પામી છે. જેથી કંપની બે મહિના સુધી બંધ રહે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત અનેક સિરામિક કંપનીઓને મોટા પ્રમાણમાં જાનહાની થયાનું મોરબી સિરા.એસો.નાં પ્રમુખનિલેશ જેતપરીયાએ મોરબી અપડેટને જણાવ્યું છે. સાથોસાથ ટંકારા તાલુકાના અનેક ગામોમાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન સાથે કોઈ અન્ય કોઈ પ્રકારની જાનહાની થયાનું સામે આવ્યું નથી.

માળીયા.મી.
અન્ય તાલુકાઓની જેમ જ માળીયા.મી.નાં વવાણીયા ગામે તોતીંગ વૃક્ષ એક ઘર ઉપર ધરાશયી થઈ ગયુ હતુ જેમા મકાનને નુકસાન થવા પામેલ છે. જ્યારે ફગસિયા ગામે ડેલામાં ભરેલી કડબ (નિરણ) ડેલામાં પાણી ઉતરતા શોટસર્કિટથી આગ લાગી કડબ સળગી જવા પામી હતી. આ ઉપરાંત નવલખી પાસે આવેલી જયદીપ કંપનીનો શેડ પવનની ગતિ સામે ટુટીને ધરાશયી થઈ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ હતુ સાથે મોટીબરાર સરવડ વચ્ચે ઇલેકટ્રીક લાઇનનાં તાર ટુટતા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સાથે માળિયા શહેરનો વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોડી રાત સુધી જીઇબી જવાનોની મહેનત એળે જતા રાત્રે બે વાગ્યે મોટીબરાર ગામેથી પંદર જેટલા યુવાનોએ જીઇબી જવાનોને જરુરી કામમાં મદદ કરી સવાર સુધીમાં રાબેતા મુજબ વિજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો.તેમજ માળીયા મિયાણાના વવાણીયા, વર્ષામેડી અને નવલખી ગામમાં અનેક વૃક્ષો ધરાશયી થઈ ઘર ઉપર પડ્યા હતાં.

- text