મોરબી : સગર્ભાનાં મૃત્યુ પાછળ સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ

- text


મૃતકની માતાએ જમાઈ સહિત ચાર વિરુદ્ધ પોતાની દિકરીને ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો આક્ષેપ લગાવ્યો

- text

મોરબી-હળવદ રોડ ઉપર આવેલ ઉંચીમાંડલ ગામે સિરામીક યુનિટની (સ્કોટલેન્ડ સિરામીક) ઓરડીમાં સગર્ભા પરિણાતાનું મોત નીપજ્યું હતું જે બનાવમાં મૃતકની માતાએ તેના જમાઈ સહિત ચાર વિરુદ્ધ પોતાની દિકરીને ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ઉંચી માંડલ ગામે રહેતા રાજેશ મનસુખભાઈ સોલંકીના પત્ની જ્યોતિબેન ઉ.વ.૨૦.ને ઉલ્ટીઓ થતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક જ્યોતિબેનનું પિયર ટંકારા તાલુકાના ટોળ ગામે આવેલુ છે. દોઢેક વર્ષ અગાઉ જ્યોતિબેન અને રાજેશ સોલંકીએ પ્રેમલગ્ન કર્યા છે અને સાસુ-સસરા સાથે સંયુકત પરિવારમાં રહેતા. જ્યોતિબેન હાલ ગર્ભવતી હોય ઉલ્ટી થવાથી તેમનું મોત નિપજેલ છે તેવુ તેણીના સાસરીયાઓએ જણાવેલુ, પરંતુ મૃતકના માવતરીયાઓ દ્વારા તેઓની દિકરીને આત્મહત્યા કરવા મજબુર કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. અને આ બાબતે ગઈકાલે મૃતક જ્યોતિબેનની માતા શાંતાબેન પ્રેમજી ભાણાભાઈ ગોહિલ ઉ.વ.૪૦ મુળ ટોળ (ટંકારા) હાલ રહે. મકનસર (બંધુનગર) સોનમ સિરામીક વાળાએ, પોતાની દિકરીને ત્રાસ આપી મરવા મજબુર કર્યા અંગે મૃતકના પતિ રાજેશ મનુ સોલંકી, સાસુ હંસાબેન મનુ સોલંકી, ગણેશ ગલા સોલંકી, રહે ત્રણેય મુળ ટીકર (હળવદ) હાલ રહે. ઉંચી માંડલની સિમ સ્કોટલેન્ડ સિરામીક લેબર કવાટરમાં તથા અરૂણ નથુ સોલંકી રહે મુળ ટીકર હાલ મકનસર (મોરબી) વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે કલમ 306, 498 (ક) તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલી છે.

- text