મોરબી : ભીમાણી-બાવરવા પરિવારનું ગૌરવ

ટંકારા તાલુકાનાં છતર ગામનાં નાનજીભાઈ કરશનભાઈ ભીમાણીની સુપુત્રી અને મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી શાંતિલાલ હરિભાઈ બાવરવાનાં પુત્રવધુએ અધ્યાપક (પ્રોફેસર) બનવા માટે જરૂરી એવી નેશનલ એલીજીબલ ટેસ્ટ – નેટની પરીક્ષા પાસ કરી છે. ભીમાણી-બાવરવા પરિવારની ગૌરવવંતી દીકરીએ જેઆરએફ પૂર્ણ કર્યા ઉપરાંત હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગુજરાતી ભાષા સાહિત્યનાં ભાષા ભવનમાં ડો.નીતિન વડગામા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહ્યા છે.