હળવદ : પાસ કન્વીનર પંકજ પટેલના મૃત્યુ કેસની તપાસ અને જવાબદાર દોષીને સજા કરવા માંગણી

- text


આવેદન અંગે ચાર દિવસમાં નક્કર કાર્યવાહી ન થઈ તો આંદોલનની ચીમકી

હળવદ : આજ રોજ પંકજ પટેલની મૃત્યુ પાછળ જવાબદાર વ્યક્તિને સજા ફટકારી ન્યાય અપાવવા બાબતે પાટીદાર સમાજ હળવદ અને પાસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાસનાં કન્વીનર પંકજ પટેલનું એક મહિના અગાઉ હળવદ ઘનશ્યામગઢ વચ્ચે કાર અકસ્માતમાં શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જેની આજ દિન સુધી પોલીસતંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી નથી. ઉપરાંત જે પોલીસ અધિકારી પાસે આ કેસની ફાઈલ હતી તે પોલીસ અધિકારીની બદલી કરાવી દેવામાં આવી છે. નવા પોલીસ અધિકારી પાસે કોઈ જાણકારી કે માહિતી નથી. આમ, બધી બાબતોને આધારે આ મૃત્યુ રાજકીય ષડયંત્ર અને નક્કી કરેલા લોકોનું કાવતરું હોય પાસનાં હોદ્દેદારો ગીતાબેનપટેલ, નિલેશ એરવાડિયા, જલ્પેશ પટેલ, ધર્મેન્દ્ર પટેલ તથા પાટીદાર સમાજ વતી પંકજ પટેલની મૃત્યુની યોગ્ય તપાસ કરી જવાબદાર દોષીને સજા કરી ન્યાય આપવા બાબતે મામલતદારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જો આ આવેદન અંગે દિવસ ચારમાં યોગ્ય કાર્યવાહી કરી નક્કર પરિણામ આપવામાં નહિ આવે તો પાટીદાર અનામત આંદોલન સમિતી, સમસ્ત પાટીદાર સમાજ હળવદ તાલુકો અને ગોપાણી પરિવાર દ્વારા ગાંધી ચિંધ્યામાર્ગે ગાંધીનગર સચિવાલયનો ઘેરાવ કરવામાં આવશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text