હળવદ : કેરલ ગૌહત્યાની ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન

- text


વિશાળ બાયક રેલી કાઢી વીએચપી, બજરંગ દળ અને સાધુ સંતો દ્વારા હળવદ મામલતદારને આવેદન સોપાયું

હળવદ : કેરલ ગૌહત્યાની ઘટનાનાં પગલે ગૌપ્રેમીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ બાયક રેલી કાઢી વી.એચ.પી, બજરંગ દળ અને સાધુ સંતો દ્વારા હળવદ મામલતદારને આવેદન સોપાયું હતું. કેરલ ઘટનાનાં પડઘા હળવદમાં ગુંજી ઉઠતા સૌ કોઈ દ્વારા ગાય હમારી માતા હે, ઉસે કોંગ્રેસને કાટા હે…નાં સૂત્રોચાર થયા હતા.
કેરલ ઘટનાનાં સંદર્ભે ગૌ પ્રેમી સંસ્થાઓ દ્વારા મામલતદારને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો મળ્યો છે. આપણા દેશમાં ગાયની પૂજા થાય છે. અહીં ગાય પશુ નહીં પરંતુ દેવ અને આસ્થાનું પ્રતિક છે. ગાય માતા વંદનીય અને પૂજનીય હોવાથી ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌ હત્યા અટકાવતો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ કેરલમાં લેફ્ટની સરકાર હોય કોંગ્રેસ દ્વારા આયોજીત એક જાહેર કાર્યક્રમમાં ગાયને મારી તેના માંસનું વિતરણ અને ભક્ષણ કરવામાં આવ્યું હતું. જેનાં સમાચારો સોશિયલ મીડિયાથી લઈ બધે જ ફરતા થઈ ગયા છે.
ગાયને મારવી અને ગૌ માંસનું સેવન ગંભીર અપરાધ હોય કોંગ્રેસે કાયદાનાં ઉલ્લંઘન સાથે કરોડો હિંદુધર્મીઓની લાગણીનું હળાહળ અપમાન કર્યું છે. આ અપમાન હિંદુધર્મી ભારતીય સહન નહિ કરે. આ કૃત્ય દ્વારા કોંગ્રેસે તેની તાલીબાની વૃત્તિ સાબિત કરી હોય આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી બજરંગદળ હળવદ તાલુકો, વીએચપી સહિત અનેક સાધુસંતો દ્વારા કરવામાં આવી છે.

- text

 

 

- text