મોરબી : જિલ્લા ભાજપમાં બક્ષીપંચ હોદ્દેદારોની વરણી

- text


મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં કરવામાં આવેલ નિમણૂક અંગે જિલ્લા મીડિયા સેલની યાદીમાં જણાવાનું કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજીભાઇ ગડારા તથા મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ શ્રી જેઠાભાઇ મિયાત્રા વગેરે દ્વારા મળેલ માર્ગદર્શન અનુસંધાને મોરબી જિલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે શ્રી વાઘજીભાઇ કુકાભાઈ ડાંગરોચા તથા શ્રી નિલેશભાઈ મગનભાઇ દેગામા સહિત રવજીભાઈ દલવાડી, વિજય લોખીલ, રવજીભાઈ ઉલ્વારાણા, હીરાભાઈ બાંભવા, ભાવેશભાઈ મકવાણા, વસંતભાઈ માંડવીયાની ઉપપ્રમુખ તરીકે તથા જીતેન્દ્રભાઈ રામાવત, નાગદાનભાઈ સવસેટા, કાનજીભાઈ રાતડીયા, કિશનભાઈ રાઠોડ, ચીમનભાઈ મિસ્ત્રી, ઈશ્વરભાઈ ધરોડીયાની મંત્રીશ્રી તરીકે તેમજ પરબતભાઈ પરમારની કોષાધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવેલ હોવાનું મોરબી જિલ્લા મીડિયા સેલની યાદીમાં જણાવામાં આવે છે.

- text

- text