મોરબી : મોદી ફેસ્ટ(પ્રદર્શન) સહિત કાર્યક્રમોનું ભાજપ આયોજન કરશે

- text


નરેદ્ર મોદીનાં નેતૃત્વવાળી ભાજપ સરકારનાં ત્રણ વર્ષ પૂર્ણ થતા અવસરે સરકારી યોજનાઓ અને વિકાસનાં કાર્યોથી લોકોને માહિતગાર કરાવશે પક્ષ અગ્રણીઓ

મોરબી : કેન્દ્ર સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થતાં સરકારશ્રીની વિકાસલક્ષી યોજનાઓ અને વિકાસના કાર્યોની લોકો સુધી માહિતી અને જાણકારી પહોંચાડવા માટે થનાર કાર્યક્રમ “મોદી ફેસ્ટ (પ્રદર્શન)” તથા “સબકા સાથ સબકા વિકાસ- સંમેલન” અંગે જિલ્લા મીડિયા સેલ ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવાયું છે કે, તા. ૨૬ મેના રોજ વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિકાસની જાણકારી અને માહિતીઓ લોકો સુધી પહોંચે તે આશયથી સમગ્ર દેશમાં “મોદી ફેસ્ટ (પ્રદર્શન)” તથા “સબકા સાથ સબકા વિકાસ- સંમેલન” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે અનુસંધાને મોરબી જીલ્લામાં પણ માનનીય જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજીભાઇ ગડારાની અધ્યક્ષતામાં કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં “મોદી ફેસ્ટ (પ્રદર્શન)” તથા “સબકા સાથ સબકા વિકાસ-સંમેલન” તથા “સ્વચ્છતા કાર્યક્રમ” તથા “બુદ્ધિજીવી સંમેલન” તેમજ “દલિત/અનુ.જાતિ પરિવાર સંપર્ક કાર્યક્રમ” તેમજ પરિવાર ક્ષેત્રે (આર.એસ.એસ.)ના મહાનુભાવો સાથે મુલાકાત વગેરે જેવા કાર્યક્રમો થશે.
આ કાર્યક્રમોને સફળ બનાવવા તથા જરૂરી માર્ગદર્શન અર્થે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તદોપરાન્ત માનનીય પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડીયા, માનનીય સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, ધારાસભ્ય શ્રી બાવનજીભાઈ મેતલિયા, મહામંત્રી શ્રી જ્યોતિસિંહ જાડેજા, શ્રી હિરેનભાઈ પારેખ તથા શ્રી ઘનશ્યામભાઈ ગોહિલ સહિત સમગ્ર મોરબી જીલ્લા ભાજપ ટિમ તથા મોરબી જિલ્લાના દરેક મંડલના પ્રમુખશ્રીઓ તથા મહામંત્રીશ્રીઓ તથા તમામ મોરચાના પ્રમુખશ્રીઓ સહિત તમામ મોરચાઓની સમગ્ર ટિમ ઉપસ્થિત રહેશે. તેવું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવામાં આવે છે.

- text

- text