મોરબી પાલિકા કચેરીએ પાણી પ્રશ્ને મહિલાઓએ છાજીયા લીધા

- text


મોરબી : મોરબી નગર પાલિકા કચેરીએ આજે પ્રમુખ સામે ની અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બોર્ડ ચાલુ હતું તે જ સમયે મોરબીના શનાળા રોડ પર સમયના ગેઇટ પાસે આવેલી નીતિન પાર્ક સોસાયટીઓની મહિલાઓ પાણી પ્રશ્ને રજુઆત કરવા દોડી આવી હતી. જ્યાં બોર્ડ ચાલુ હોવાથી પોલીસે મહિલાઓને કચેરી અંદર જતા અટકાવતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને પાલિકા કચેરીની બાહર પાલિકા વિરુદ્ધમાં છાજીયા લીધા હતા. અંતે બોર્ડ પૂરું થયા બાદ પાલિકાના ચીફ ઓફિસરને બહાર આવાની ફરજ પડી હતી અને ચીફ ઓફિસરે મહિલાઓની રજુઆત સાંભળી હતી અને પાણી પ્રશ્ન તાકીદે હલ કરવાની ખાતરી આપી સમગ્ર મામલો થાળે પડ્યો હતો

- text

- text