મોરબી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર

- text


કોંગ્રેસની દરખાસ્તને ભાજપે ટેકો આપી જેને ખુરશી માથે બેસાડ્યા હતા એ પ્રમુખને જ દૂર કર્યાં

મોરબી : મોરબી નગર પાલિકાના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે આજે સવારે 11 વાગ્યે પાલિકાના કાઉન્સીલર હોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મળેલી બોર્ડ મિટિંગમાં સૌના આશ્ચર્યની વચ્ચે પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ મંજુર થતા પ્રમુખે પોતાની ખુરસી છોડવી પડી હતી.

મોરબી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કોંગ્રેસના 22 જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જેમાં ઉપપ્રમુખ અનિલભાઈ મેહતાએ બોર્ડની મિટિંગ પેહલા જ રાજીનામુ આપી દીધું હતું. જયારે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપના ટેકાથી પ્રમુખ બનેલા નયનાબેન રાજ્યગુરુ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે આજે બોર્ડ મળ્યું હતું. જેમાં પાલિકાના 52 સભ્યો માંથી 46 સભ્યોએ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટિંગ કર્યું હતું. જેમાં કોંગ્રેસના ઉપરાંત ભાજપના સભ્યોએ પણ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટિંગ કરતા જરૂરી 35 સભ્યોનું સમર્થન મળતાં બહુમતીથી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઈ ગઈ હતી. જે ભાજપે નાયનાબેનને પ્રમુખ પદે બેસાડ્યા હતા. તે જ ભાજપના સભ્યોએ કોંગ્રેસની દરખાસ્તને ટેકો આપી પ્રમુખને દૂર કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. ત્યારે હવે સૌરાષ્ટ્રની સૌથી મોટી નગર પાલિકામાં ખાલી પડેલી પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરસી માથે કોણ બેસે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

- text

- text