મોરબી : કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર ગંગવારને જીએસટી અંગે રજૂઆત

મોરબી : કેન્દ્રીય નાણામંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર મહિવાલને જીએસટી અંતર્ગત સિરા.ઉદ્યોગને ૧૨થી ૧૮ ટકાનાં સ્લેબ ટેક્સમાં રાખવા માંગણી સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ રજુઆત કરી છે.

આજ રોજ કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર ગંગવારને મોરબી સિરામિક એસો.નાં પ્રમુખોએ મળીને જીએસટી સ્લેબ ટેક્સમાં ફેરબદલ કરવા જોરદાર રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સિરા,એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા સાહેબે સિરા. ઉદ્યોગને ૨૮ ટકા જીએસટી સ્લેબ ટેક્સ રાખતા સામાન્ય માનવી અને વેપારીને કેટલી ગંભીર સમસ્યા અને મોંઘવારી સાથે શોષણનો સામનો કરવો પડશે એ વાત વિસ્તારપૂર્વક રજૂ કરી દેશનાં પ્રત્યેક નાગરિકનાં હિત માટે સિરા.ઉદ્યોગને ૧૨થી ૧૮ ટકાનાં જીએસટી સ્લેબમાં સમાવવા મોરબી સિરા, ઉદ્યોગ વતી રાજ્ય કક્ષાનાં કેન્દ્ર સરકારનાં નાણામંત્રી સંતોષકુમારને રજૂઆત કરી છે.