કાંતિલાલ અમૃતિયા સહિતના રનિંગ ધારાસભ્યોની ટિકિટ કપાશે કે કેમ? આ મુદ્દે ભાજપ પ્રવક્તા શું કહે છે જાણો

- text


કાંતિલાલ અમૃતિયા સહિતના રનિંગ ધારાસભ્યની ટિકિટ કપાશે તેવું સોશિયલ મીડિયામાં ફરતું લિસ્ટ અફવા : ભરત પંડયા

મોરબી : ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા હાલ મોરબી જીલ્લાના પ્રવાશે છે. ત્યારે ભરત પંડ્યાએ પોતાના મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના ઘરે પત્રકારો સાથે ખુલ્લા મને વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં હાલમાં સોશ્યલ મીડિયા પર આગામી વિધાન સભાની ચુંટણી ને લઈને એક લીસ્ટ ફરી રહ્યું છે કે આ ચાલુ ધારાસભ્યો ને ભાજપ ફરી ટીકીટ નહિ આપે. આ લીસ્ટ માં મોરબી માળિયા વિધાન સભા સીટના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા નું પણ નામ સામેલ છે. કાંતિભાઈ ને આગામી વિધાન સભાની ચુંટણી માં ટીકીટ આપવામાં આવશે કે કેમ અને સોશ્યલ મીડિયામાં ફરી રહેલ લીસ્ટ અંગે ચર્ચા કરતા ભરતભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે,આ બધા જ પ્રકારની અફવા છે ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિ મુજબ જ્યાં સુધી નીરીશકો જેતે જીલ્લામાં જઈ ને હિયરીંગ ના કરે પાર્લામેન્ટ્રી બોર્ડમાં આ પ્રકારની પદ્ધતિ શરૂ ન થાય ત્યાં સુધી કોઈને ટીકીટ આપવી કે કોઈને ન આપવી એ માત્ર ને માત્ર અપ પ્રચાર છે.એટલે આવા કોઈ નિર્ણયો નથી થયા ભારતીય જનતા પાર્ટી એ એના સમયે પાર્લામેન્ટ્રી બોર્ડ કોણે ટીકીટ આપવી એ નક્કી કરશે પરંતુ અત્યારે આ સોશ્યલ મીડિયામાં કોને ટિકિટ આપવી અને કોને ન આપવી માત્ર ને માત્ર અપ પ્રચાર છે અને અફવા છે. ભરત પંડ્યાએ આ ઉપરાંત કેરળમાં કોંગ્રેસના કાર્યકર દ્વારા બીફ પાર્ટી અને કોંગ્રેસની વિચારધારા અને યુપીએ સરકારની કામગીરી બાબતે કોંગ્રેસને આડે હાથ લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને સાથે હાલની મોદી અને રૂપાણી સરકારના કામ કાજના લેખા જોખા આપ્યા હતા.

- text

- text