મોરબી : લાયન્સનગરમાં પાણી સમસ્યા મુદ્દે ઉગ્ર રજૂઆત

- text


સોસાયટીની મહિલાઓ દ્વારા નગરપાલિકામાં પાણી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી

મોરબી : શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પીવાનું પાણી ના આવતા રોષે ભરાયેલી મહિલાઓએ સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીની આગેવાનીમાં નગર પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી. આ વિસ્તારની મહિલાઓ દ્વારા પાણી માટે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર વતી ખાલીખોટું આશ્વાસન આપવમાં આવી રહ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં લાયન્સનગર વિસ્તારના લોકોને છેલ્લાં ૨૦થી ૨૫ દિવસથી પાણીનું એક પણ ટીપું આપવામાં આવ્યું નથી. આથી આજ રોજ આ વિસ્તારની મહિલાઓના ટોળાએ નગરપાલિકા જઈ ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક તેમના વિસ્તારની પાણી સમસ્યાનો ઉકેલ લાવાની માંગણી કરી હતી.

- text

- text