મોરબી પાલિકા પ્રમુખના ઘર ઉપર કોંગ્રેસ ઈશારે હુમલો થયાના આક્ષેપ

જોકે બનાવ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી

મોરબી : ગઈકાલે મોરબી નગર પાલિકા પ્રમુખના પતિ વિરુદ્ધ મારમર્યા ની ફરિયાદ નોંધાવનાર યુવાને રાત્રીના પાલિકા પ્રમુખના ઘર પર હુમલો કર્યો હોવાનો પાલિકા પ્રમુખના પતિએ આક્ષેપ કર્યો છે. જોકે આ બનાવની પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.
જાણવાં મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તાર માં જનકલ્યાણ નગર માં રહેતા પાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ ના ઘર પર ગત રાત્રે અચાનક જ બેઝબોલના ધોકા વડે હુમલો થયો હતો દરમિયાન આ મામલે પાલિકા પ્રમુખ ના પતિ મહેશભાઈ રાજ્યગુરુ નો સંપર્ક સાધતા તેમને હુમલો થયો હોવાનું જણાવી કહ્યું હતું કે કોંગ્રેસના ઈશારો ગઈકાલે મારા વીરુદ્ધ ફરિયાદ કરનાર હિતેશ જાદવ અને અન્ય અજાણ્યાઓએ મારા ઘર પર હુમલો કર્યો છે. જોકે હજુ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.