મોરબી : શહેરનાં ૧૮૦ જેટલા મેડિકલ સજ્જડ બંધ : ૫ મેડિકલ કેન્દ્ર ખુલ્લા

- text


મોરબી : કેન્દ્ર સરકાર દ્રારા પડતર પ્રશ્નો ન ઉકેલાઈ મેડિકલ ધારકોની માંગણી પૂરી ન થતા આજ રોજ ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ અને દ્રગીસ્ટસ એસો.નાં દેશવ્યાપી બંધના પગલે મોરબી શહેરનાં ૧૮૦ જેટલા મેડિકલ કેન્દ્રો બંધ છે જ્યારે ૫ જેટલાં મેડીકલ સ્ટોર દર્દીઓને તાત્કાલિક દવાની જરૂરિયાત ઉદભવતા ઈમરજન્સીને ધ્યાનમાં રાખી ખુલ્લા રાખવામાં આવ્યા છે.

- text

મોરબી કેમિસ્ટ એન્ડ દ્રગીસ્ટ એસો. દ્વારા ગેરકાયદે ઓનલાઇન દવાનું વેંચાણ, દવાનો ભાવવધારો, વિરોધીનીતિ સહિતની અનેક મુશ્કેલીઓને મુદ્દે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતાં દવાબજાર બંધનું એલાન આપ્યું છે. મેડિકલ સ્ટોર બંધ હોવાથી લોકોને જરૂરી દવા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ૫ જેટલાં મેડીકલ સ્ટોર દર્દીઓને તાત્કાલિક દવાની જરૂરિયાત ઉદભવતા ઈમરજન્સીને ધ્યાનમાં રાખી ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ અને ગોકુલ હોસ્પીટલમાં અંદર આવેલા મેડિકલ ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનું મોરબી કેમિસ્ટ એન્ડ દ્રગીસ્ટ એસો. દ્વારા જણાવાયું છે.

- text