લોકાભિમુખ કાર્યો થકી પ્રજાનું દિલ જીતો : દિપકભાઈ બાબરીયા

- text


મોરબી વિધાનસભાનાં કોંગ્રેસી અગ્રણીઓની બેઠકમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય મંત્રી અને કચ્છ લોકસભા બેઠકનાં ઈન્ચાર્જએ પ્રજામત જીતવાનો ગુરુમંત્ર આપ્યો

મોરબી : મોરબી – માળિયા મી. વિધાનસભા હેઠળનાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનાં સભ્યશ્રીઓ અને કોંગ્રેસ સંગઠનનાં હોદ્દેદારો તથા અગ્રણીઓની બેઠક પંચાસર રોડ પાસે ઉમા હોલ ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુક બ્રિજેશ મેરજાએ બેઠકનો ઉદ્દેશ સમજાવતા સંગઠન ક્ષેત્રની કામગીરી વિશે માહિતી આપી હતી.
આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય મંત્રી અને કચ્છ લોકસભા બેઠકનાં ઈન્ચાર્જ શ્રી દિપકભાઈ બાબરીયાએ કોંગ્રેસ પક્ષને જનઆંદોલન અંગે કોંગ્રેસનાં લોકાભિમુખ કાર્યો થકી પ્રજાનું દિલ જીતવા ઉપસ્થિત સૌ કોઈને અનુરોધ કર્યો હતો. ઉપરાંત મોરબી બેઠકનાં નિરિક્ષક શ્રી બાલેન્દુ વાઘેલાએ સંગઠનની કામગીરીનાં લેખ-જોખા પ્રસ્તુત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ કિશ્નાબેન પટેલ, એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, માળીયા તા.પ્રમુખ રમેશ ફૂલતરીયા, મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, માળીયા મી. શહેર પ્રમુખ ઈકબાલ જેડા, મો.તા.પં.નાં ઉપપ્રમુખ નાથાભાઈ ડાભી, કારોબારી અધ્યક્ષ કે.ડી. પડસુંબીયા, માળીયા મી. તા.પં. પ્રમુખ ઉપપ્રમુખ ઉમરભાઈ જેડા, કારોબારી અધ્યક્ષ ઘનજીભાઈ અને દેવજીભાઈ તથા દેવજીભાઈ પરેચા, ઘર્મેદ્ર વિજડા સહિત કોંગ્રેસ અગ્રણી ડો. કંઝારીયા, રમેશભાઈ રબારી, ઘનશ્યામભાઈ જાકાસણીયા, કિશોરભાઈ ચીખલીયા, હસુભાઈ મુછડી, મુકેશ ગામી, સીનીયર આગેવાનો જયંતીભાઈ પટેલ, બેચરભાઈ હોથી ફારુખભાઈ મોટલાણી, મહાદેવભાઈ સરડવા, જીવરામ ચકુ, પરસોત્તમભાઈ ટીબડી, ધીરુભાઈ મકવાણા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રવજીભાઈ સોલંકી, હનીફભાઈ ઘાંચી, સામાજિક ન્યાય સમિતિના રાજુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text