મોરબી : સરકારી હોસ્પિટલની દિવાલોમાંથી વારંવાર પોપડા ખરતા દર્દીઓ ભયભીત

- text


મોરબી : સિવીલ હોસ્પિટલની દિવાલોમાંથી પોપડાં ખરી રહ્યા છે. વારંવાર છતમાંથી પોપડાં ખરતા ગંભીર અકસ્માતની ભીતી સેવાઈ દર્દીઓ ભયભીત બન્યા છે ત્યારે તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરે એ અનિવાર્ય છે.

- text

મોરબી જિલ્લા કક્ષાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ દિવસેને દિવસે અસુવિધાનાં કારણે વિવાદગ્રસ્ત બનતી જાય છે. કોઈને કોઈ ફરિયાદને લઈ સિવીલ હોસ્પિટલની પ્રતિષ્ઠા ખરડાઈ છે ત્યારે વધુ એક વિવાદાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હોસ્પિટલની અમુક દિવાલો જર્જરિત બની પોપડાં ખરી રહ્યાનું જોવા મળ્યું છે. ઈમરજન્સી વોર્ડ પાસે ઈમારતની સ્લેબમાં ગાબડા પડી સળિયા દેખાય છે તો ક્યારેક છતમાંથી પાણીની જગ્યાએ કાટમાળ પડી રહ્યા છે. આમ આ હોસ્પિટલનું બાંધકામ અત્યંત નબળું પડી આવનારા ચોમાસા દરમિયાન કોઈ જાનહાની સર્જશે એ નક્કી છે. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ દર્દીઓના ઘસારાથી ઘેરાયેલી છે. આથી જો કોઈ ઘટના ઘટશે તો ફરી આ હોસ્પિટલ પર એક વધુ કલંક લાગશે. આથી જવાબદાર તંત્ર સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં લે તેવું સિવીલ હોસ્પિટલનાં મુલાકાતીઓનું જણાવવું છે.

- text