મોરબી : સામાન્યવર્ગનાં પુત્રએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એ1 ગ્રેડ મેળવ્યો

નવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થી શિવને ધોરણ ૧૨માં એ1 ગ્રેડ

મોરબી : ધોરણ ૧૨ બોર્ડનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે મોરબી જિલ્લામાં એ1 ગ્રેડ ત્રણ વિદ્યાર્થીઓ મેળવ્યો છે. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થી કતીરા શિવએ 90.14 ટકા સાથે 99.93 પીઆર એ1 ગ્રેડ મેળવી સમસ્ત મોરબી જિલ્લા, નવયુગ શાળા અને કતીરા પરિવારને ગૌરવ અપાવ્યું છે.
એ1 ગ્રેડ સાથે ધોરણ બાર કોમર્સ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવનાર શિવનાં પપ્પા નમકીન-ફરસાણ દુકાન ધરાવે છે. શિવનાં પિતા મુકેશભાઈ રોજ સવારે વહેલાં ૪ વાગ્યાથી મોડી સાંજે ૮-૯ વાગ્યે સુધી મહેનત મજૂરી કરે છે. આ મધ્યમવર્ગનાં હોશિયાર વિદ્યાર્થીને જરૂરી સમયે સંપૂર્ણ કાળજી સ્કુલ સ્ટાફ લઈ તમામ તૈયારી કરાવી હતી. મોરબી અપડેટ સાથે વાતચીતમાં શિવએ બીબીએ કરી એમબીએ કરવાનું સપ્ન હોવાનું જણાવ્યા ઉપરાંત પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય નવયુગ શૈક્ષણિક સંકુલ તથા માતાપિતાને આપ્યો છે.