મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન

મોરબી જિલ્લાનાં શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સેમિનારમાં ભાગ લેવા અનુરોધ

મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન તા. ૧ અને ૨ જુનનાં રોજ સવારે ૭.૩૦ વાગ્યાથી સાંજનાં ૬ વાગ્યા દરમિયાન નવયુગ શૈક્ષણિક સંકુલ વીરપર, મોરબી-રાજકોટ હાઈવે, ‘બા’ની વાડી (ફાર્મ હાઉસ) પાછળ કરવામાં આવ્યું છે.
નવા શૈક્ષણિક સત્રનાં શુભારંભે નવી દિશા અને વિચારોથી શિક્ષકોની ભૂમિકા સરળ અને સફળ બને તેવા ઉમદા હેતુસર નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા ત્રિદિવસીય ટીચર્સ ટ્રેઈનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા જ્ઞાન પીપાસુઓને શૈક્ષણિક તાલીમ અને જ્ઞાન આપવામાં આવશે.

જેમાં તારીખ 01/06/2017 ના રોજ
સવારે 08.00 થી 10.30 : શૈલેષ સગપરિયા (મોટિવેશન સ્પીકર)
સવારે 11.00 થી 01.30 : ભરતભાઈ મેસીયા (ડાયેટ લેક્ચરર – અમદાવાદ)
બપોરે 03.00 થી 04.30 : ડો.રઈસ મણિયાર (બાળ મનોચિકિત્સક અને કવિશ્રી)
બપોરે 04.30 થી 06.00 : ડો. હાજીભાઇ બાદી (લેખક તથા શિક્ષણવિદ)

તારીખ 02/06-2017 ના રોજ
સવારે 08.00 થી 09.30 : અભિમન્યુ મોદી (લેખક અને પત્રકાર)
સવારે 10.00 થી 11.30 : ભરતભાઈ ગાજીપરા (શિક્ષણવિદ)
સવારે 11.30 થી 01.00 : નેહલબેન ગઢવી (બાળ મનોચિકિત્સક)
બપોરે 03.00 થી 04.30 : દિવ્યાંશુભાઈ દવે (જનરલ ડાયરેક્ટર, ચિલ્ડ્રન યુનિ.)
બપોરે 04.30 થી 06.00 : સુભાષભાઈ ભટ્ટ (જાણીતા લેખક)

આ સેમિનારમાં મોરબી જિલ્લાનાં શિક્ષકગણ જોડાવવા ઈચ્છતા હોય તો ૯૬૮૭૬૨૫૧૦૦ નંબર પર તા. ૩૧ મે સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી જોડાય શકશે તેવું સંસ્થાનાં પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયા સાહેબની યાદીમાં જણાવવામાં આવ્યું છે.