વાંકાનેર : યુવતી પર સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યા

- text


પુત્રીને નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી સાવકા પિતાએ કુકર્મ આર્ચ્યું

વાંકાનેર : પાઝ ગામે રહેતી એક યુવતીને તેના સાવકા બાપે જ બળાત્કાર કાર્યની રાવ વાંકાનેર તાલુકા પોલીસ થાણા માં નોંધાઈ છે. નરાધમ બાપ સતત એક માસથી વધુ સમયથી બળજબરી પૂર્વક શિયળ લૂંટી કોઈને કહેશે તો જાનથી નાખવાની અને તેના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હોવાની રાવ પણ પીડિતાએ પોલીસ સમક્ષ જણાવી છે.
આજના આ ઘોર કલયુગની ચરમ સીમા સમાન એક હિચકારો અને જધન્ય કિસ્સો વાંકાનેર પંથકના પાઝ ગામે બહાર આવ્યો છે. પ્રથમ પિતા એ માતાને તરછોડ્યા બાદ માતા ફરીથી કરેલા લગ્નથી મળેલા સાવકા પિતા ફિરોઝખાન હમીદખાન પઠાણ સાથે યુવતી તેની માતા રહે છે. નવા લગ્ન કાર્ય હોય અને પત્ની સાથે જુવાન દીકરી પણ આંગળિયાત તરીકે આવી હોય આ નરાધમ પઠાણની દાઢ ડળકી હોય પ્રથમ વહાલ કરવાના બહાને આ આંગળિયાત પુત્રી સમી યુવતી સાથે વહાલના નામે શારીરિક છેડછાડ કરતો હતો અને અંતે તેમાં રહેલો નરાધમ રાક્ષસ સળવળ્યો હોય તેમ તેની પુત્રી પર બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. હેવાનિયત ની હદ તો ત્યાં સુધી આ સાવકો બાપ પાર કરી ગયેલ કે પોતાની આ આંગળિયાત પુત્રીની કોઈ સમયે નગ્ન અવસ્થામાં પોતાના મોબાઈલમાં ફોટો પાળી તેણી ને એકાંત માં દેખાડી ફોટાને સોશીયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપી વારંવાર તેણીનું શિયળ એકાદ માસ સુધી લૂંટતો રહ્યો હતો. અંતે આ પિતા ની હેવાનિયત સહન ન થતા તેણીએ તેની સગી માતાને આપવીતી જણાવતા પ્રથમ તેણીની માતા સાથે તેના મોસાળ ચાલી ગયેલી. જ્યાં તેના મામા અને અન્યને જાણ કરતા હિંમત આપતા અંતે આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ થાણામાં તેના નરાધમ પિતા વિરુદ્ધ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારવા બાબતે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સામે આવતા સાવકા પિતા પર ચોમેરેથી ફીટકારની લાગણી વરસી હતી.

- text

- text