મોરબી પાલિકા પ્રમુખના પતિ સહીત ચાર સામે માર માર્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબી નગર પાલિકાના પ્રમુખ નયનાબેન રાજ્યગુરુના પતિ મહેશ રાજ્યુગુરુ સહીત ચાર શખસો સામે યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

- text

પોલીસના જણાવ્યા મુજબ શનાળા રોડ પર ગુ.હા. બોર્ડમાં રહેતા હિતેશ નાગજીભાઈ જાદવ ઉ.35એ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 28મે ની રાત્રીના શનાળા રોડ પર આવેલા પેટ્રોલ પમ્પ પાસે તેના પર મહેશ રાજ્યગુરુ અને કાર્તિક જોશી તેમજ અન્ય બે અજાણ્યા શખસોએ તેના પર બેઝબોલના ધોકા વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હિતેશ જાદવે ફરિયાદમાં જણાવ્યું છે કે મહેશ રાજ્યગુરુ સામે તેની માતાએ અગાવ પોલીસમાં ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી મહેશ રાજ્યગુરુ અને તેના સાગરીતોએ હુમલો કરી જાન થી મારી નાખવાની ધમકી આપી છે.

- text