મોરબી : લગ્નની વર્ષગાંઠ વૃદ્ધો અને બાળકોની સેવામાં ઉજવતું રાંકજા દંપતી

- text


યુગલ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવાના બદલે મોરબીનાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં વૃદ્ધો અને બાળકો સંગાર્થે અનોખી ઉજવણી કરી

મોરબી : આજ રોજ મોરબીનાં યુવા દંપતી રોહન રાંકજા અને આરતી રાંકજાની લગ્નની વર્ષગાંઠ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્ય રોહન રાંકજાએ તેમની 7મી લગ્ન વર્ષગાંઠ યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા મુજબ ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ અવસર નિમિત્તે આ યુગલ દ્વારા પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવાના બદલે મોરબીનાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં વૃદ્ધો અને બાળકો સંગાર્થે અનોખી ઉજવણી કરી હતી.
સામાન્ય રીતે લગ્નની વર્ષગાંઠ અને બીજા યાદગાર દિવસો પર કેક કાપી મોંઘી હોટલમાં જમવા જવાની અને ત્યાં ઉજવણી કરાતી હોય છે. પરંતુ યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્ય રાંકજા દંપતીએ પોતાના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે કોઈ ખોટા ખર્ચા કે દેખાડાને તિલાંજલિ આપી રાંકજા કપલે અનાથાશ્રમના બાળકો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધઓ સાથે સમય વિતાવી પોતાના હાથે બધાને ભાવતા ભોજન જમાડ્યા હતા. આમ, રોહન અને આરતીએ જીવનનાં સૌથી વધુ યાદગાર દિવસને ખુશીનો અને સેવાનો દિવસ બનાવ્યો હતો. રોહન રાંકજાએ આ તકે જણાવ્યું હતું કે અમારા યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ અમાર્રી લગ્ન વર્ષગાંઠ ખરા અર્થમાં ઉજવણી કરી છે. આ ઉજવણીથી અમને શબ્દોમાં વ્યક્તના કરી શકાય તેવા આનંદની અનુભતી પ્રાપ્ત થઇ છે. સાથે વડીલોના અમૂલ્ય આશીર્વાદ પણ મળ્યા છે.

 

- text