મોરબી જિલ્લાનું કેન્દ્ર વાઇસ ધોરણ ૧૦નું પરિણામ.. જાણો અહીં

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ મોડી રાતે જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લાનું ગત વર્ષ કરતા 2.22 % ઓછું 71.17 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં કેન્દ્ર વાઇસ પરિણામ પર નજર કરીએ તો મોરબી કેન્દ્ર પર કુલ 4766 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 4749એ પરીક્ષા આપી હતી તેમાંથી 3335 છાત્રો પાસ થયા છે. મોરબી કેન્દ્રનું 70.23% પરિણામ આવ્યું છે. જયારે વાંકાનેર કેન્દ્ર પર કુલ 1055 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1042એ પરીક્ષા આપી હતી તેમાંથી 680 છાત્રો પાસ થયા છે. વાંકાનેર કેન્દ્રનું 65.26% પરિણામ આવ્યું છે. જયારે માળીયા મિયાણા કેન્દ્ર પર કુલ 230 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 227એ પરીક્ષા આપી હતી તેમાંથી 192 છાત્રો પાસ થયા છે. માળીયા મિયાણા કેન્દ્રનું 84.58% પરિણામ આવ્યું છે. તેમજ વવાણીયા કેન્દ્ર પર કુલ 210 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 209એ પરીક્ષા આપી હતી તેમાંથી 141 છાત્રો પાસ થયા છે. વવાણીયા કેન્દ્રનું 67.46% પરિણામ આવ્યું છે. જયારે ટંકારા કેન્દ્ર પર કુલ 1292 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1284એ પરીક્ષા આપી હતી તેમાંથી 956 છાત્રો પાસ થયા છે. ટંકારા કેન્દ્રનું 74.45% પરિણામ આવ્યું છે. તેમજ જેતપર(મચ્છુ) કેન્દ્ર પર કુલ 355 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 354એ પરીક્ષા આપી હતી તેમાંથી 212 છાત્રો પાસ થયા છે. જેતપર(મચ્છુ) કેન્દ્રનું 59.89% પરિણામ આવ્યું છે. જયારે સિંધાવદર કેન્દ્ર પર કુલ 385 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 381એ પરીક્ષા આપી હતી તેમાંથી 298 છાત્રો પાસ થયા છે. સિંધાવદર કેન્દ્રનું 78.22% પરિણામ આવ્યું છે. જયારે હળવદ કેન્દ્ર પર કુલ 2353 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2344એ પરીક્ષા આપી હતી તેમાંથી 1822 છાત્રો પાસ થયા છે. હળવદ કેન્દ્રનું 77.73% પરિણામ આવ્યું છે. ચંદ્રપુર કેન્દ્ર પર કુલ 484 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 478એ પરીક્ષા આપી હતી તેમાંથી 286 છાત્રો પાસ થયા છે. ચંદ્રપુર કેન્દ્રનું 59.83% પરિણામ આવ્યું છે. અને ચરાડવા કેન્દ્ર પર કુલ 451 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 442એ પરીક્ષા આપી હતી તેમાંથી 277 છાત્રો પાસ થયા છે. માળીયા મિયાણા કેન્દ્રનું 62.67% પરિણામ આવ્યું છે.

- text

- text