મોરબી : આઈ.એમ.એ દ્વારા ‘પલ્સ એન્ડ ઈમ્પલ્સ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


આઈ.એમ.એ.નાં વાર્ષિક મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક સમારોહમાં એસો.સભ્યોના પરિવારે ભાગ હર્ષભેર લીધો

મોરબી : ઇન્ડિયન મેડિકલ એસો.ની મોરબી બ્રાંચ દ્વારા વાર્ષિક મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘પલ્સ એન્ડ ઈમ્પલ્સ’ નામે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી છાત્રાલય હોલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આઈ.એમ.એ.ના પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, સેક્રેટરી ડો. અંજનાબેન ગઢિયા અને ખજાનચી ડો. જયેશભાઈ સનારીયા તેમજ એસો.ના અન્ય સભ્યો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આઈ.એમ.એ.નાં વાર્ષિક મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમારોહમાં નૃત્ય-ડાંસ, ગરબા ઉપરાંત એકપાત્રીય અભિનય, નાટક અને લઘુ નાટકમાં એસો.સભ્યોના પરિવારે હર્ષભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત ગીત-સંગીત, વાદ્યવાદન, દુહા, છંદ, ભજન સહિતનાં કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જે વિવિધ કેટેગરીમાં વિજેતાઓને ઈનામો આપીને પ્રોત્સાહન પૂરું પાડવામાં

- text