સીરામીક પ્રોડક્ટ પર GST ઘટાડવા CM રૂપાણીને રૂબરૂ રજૂઆત કરાઈ

મોરબી ઉપરાંત હિમનતનગરના ઉધોગકારો દ્વારા રજૂઆત કરાઈ

મોરબી : સિરામીક પ્રોડકટને જીએસટીમા ૨૮% ના સ્લેબ માથી ૧૮% ના સ્લેબમા સમાવેશ કરવા માટે આજે મોરબી સિરામીક એશોસીયેસન તેમજ હિમતનગર ના ઉધોગકારો સંયુક્ત રીતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ને રૂબરૂ મળીને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. આ સમયે મોરબી સીરામીક એશોસિયેશનના પ્રમુખો નિલેશ જેતપરીયા, કે.જી.કુંડારીયા, પ્રકાશ વરમોરા, વાઇબ્રન્ટ સિરામિક એક્સપોના કર્તા હર્તા ઓક્ટાગોન કોમ્યુનિકેશનના CEO સંદિપ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સીરામીકના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું હતું કે CM અને DyCMને મળીને સિરામિક પ્રોડક્ટ પર ૨૮% GST લાગુ થવાથી શું અસર થશે અને સિરામિક પ્રોડક્ટને કેમ ૧૮% ના સ્લેબમા સમાવેશ કરવા જોઈએ તે અંગે વિગતવાર રજૂઆત કરાઈ છે. જેનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. સાથોસાથ મોરબી સિરામીક એસોસિયેશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા આયોજીત વાયબરન્ટ સિરામીક એકસપો-સમીટ -૨૦૧૭ની પણ CMને માહીતી આપવામાં આવી હતી. જેમાં વિશ્વ ના ૬૫ થી વધુ દેશો મા થનાર પ્રમોસન વિશે અને વિદેશી ગ્રાહકો ને આ એકસીબીસન મા લાવવા માટે ના પ્લાનીગ ની વિસ્તૃત માહીતી અપાઈ હતી.