મોરબી : વેટની રકમ મજરે આપી રીફંડ આપવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

નાણામંત્રી અને વાણીજ્ય વેરા કમિશ્નરશ્રીને વેટ સમાધાન યોજના મુજબ અગાઉ વેટ-વેરાની રકમ મજરે આપવાની અને વેપારીઓએ ભરેલી વેટની રકમ રીફંડ આપવા માંગણી

મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ બી.કે.પટેલ અને સેક્રેટરીએ નાણામંત્રી અરૂણ જેટલી અને વાણીજ્ય વેરા કમિશ્નરશ્રીને વેટ સમાધાન યોજના મુજબ અગાઉ વેટ-વેરાની રકમ મજરે આપવાની સ્પષ્ટતા બાદ અગાઉનાં આ યોજનામાં વેપારીઓએ ભરેલી રકમ વેટની રકમ રીફંડ આપવા રજૂઆત કરી હતી. નાણાપંચએ વેટ સમાધાન યોજનામાં વેટની અગાઉ ભરેલ રકમ મજરે આપવામાં આવશે તેવું સરકાર દ્વારા જણાવ્યુ હતું. જેથી આ યોજના અંગે અગાઉ જે જે વેપારીઓએ આ યોજના હેઠળ બીજી વખત વેટની રકમ ભરેલી છે તેમને રકમ મજરે આપી રીફંડ આપવા માંગ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી કરવામાં આવી છે.