મોરબી : જેતપરના સાંકળા પુલ પર ડમ્પર પલ્ટી મારી જતા ટ્રાફિક જામ

મોરબી : મોરબી – જેતપર રોડ પર જેતપર ગામની નજીક આવેલા સાંકળા પુલ પર આજે સવારે એક માટી ભરેલું ડમ્પર પલ્ટી મારી જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ અંગે મળતી વિગત મુજબ જેતપરના પુલ પર માટી ભરેલું ડમ્પર પલ્ટી મારી પુલ પર આડું પડી જતા પુલ પરનો રસ્તો બંધ થઇ ગયો હતો. પુલ પર ડમ્પર પસાર થઇ રહ્યું હતું ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે ડમ્પર સહેજમાં પુલ નીચે ખાબકતા રહી ગયું હતું. જોકે આ સાંકળા પુલ પર ડમ્પર પલ્ટી જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વાહનોના ટ્રાફિકને બાજુના ડાઇવર્જન પર ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. અને ક્રેઈનની મદદથી પલ્ટી મારી ગયેલા ડમ્પરને દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.