મોરબી નજીક ડમ્પર નીચે આવી જતા બાઇક ચાલકનું મોત

- text


મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે નિયમોનું ઉલઘંન કરી બેફામ દોડતા વાહનો વારંવાર અકસ્માતો સર્જી નિર્દોષ લોકોનો ભોગ લે છે. આવી જ ઘટના આજે રવિવારે રાત્રે નેશનલ હાઇવે પર કુબેર ટોકીઝ પાસે બની હતી. જેમાં સો-ઓરડી પાછળ માળીયા વનાળિયા પાસે રહેતા મનજીભાઈ દેવજીભાઈ પરમાર ઉ.66 પોતાનું બાઇક લઇને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેમને હડફેટે લેતા તેમના પર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા તેમનું કમકમાટીભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text