કેનાડા, યુએઈ, દુબઇમાં પ્રચાર બાદ મેક્સિકોમાં મોરબી સીરામીક ઉદ્યોગનો દબદબો

- text


મોરબી : સિરામિક એસોસીએશન અને ઓક્ટાગોન કોમ્યુનિકેશન દ્વારા સિરામિક ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો 2017ના આયોજનને વિશ્વભરમાં પ્રચારના કામે લાગ્યું છે. અમેરિકા, કેનાડા, યુએઈ, દુબઇ અને યુરોપના દેશોમાં પ્રચાર બાદ મેક્સિકોમાં હાલ યોજાય રહેલા ઇન્ટરનૅશનલ સીરામીક એક્સપોમાં મોરબી સીરામીક એસોસિયેશનનો સ્ટોલ રાખી મોરબીના સીરામીક ઉદ્યોગ અને વાયબ્રન્ટ સીરામીક એક્ષપોનો પ્રચાર કરવામાં આવ્યો હતો. આ આ અંગે મોરબી સિરામિકના પ્રમુખ નિલેશ જેતપરીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે હાલ ચાલુ વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એસ્ક્પોમાં દુનિયાના ૬૦ થી વધુ દેશો તેમજ વિશ્વના તમામ વેપારીઓ મોટી સંખ્યામાં એક્સ્પોમાં ઉપસ્થિત રહે તેના માટે પ્રચાર અને પ્રસાર કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેક્સિકોમાં વાયબ્રન્ટ સીરામીક એક્સપોની ટિમ દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગનો પ્રચાર કરવામો આવી રહ્યો છે. જેમાં મેક્સિકોમાં ચાલી રેહલ એકઝીબીશનમાં મોરબી સિરામિક એશો. દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેમાં ઘણા બાયરો સ્ટોલની મુલાકાત લીધી હતી તે ઉપરાંત વાયબ્રન્ટ સીરામીક એક્સપોની ટિમ દ્વારા મેક્સિકો ખાતેના ઇન્ડીયન એમ્બેસીની અશ્વિન કુમારે મુલાક્ત કરીને ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ એક્સ્પોમાં પધારવા માટે પણ આમત્રણ પાઠવવામાં આવ્યું હતું. મેક્સિકોમાં વાયબ્રન્ટ સીરામીક એક્સપોને જબરો પ્રતિસાદ મળ્યો છે.

 

- text