મોરબી : રાવળદેવ યુવાનની હત્યાના બનાવમાં ચાર શખ્સોની ધરપકડ

- text


મોરબી : થોડા દિવસો પેહલા જૂની અદાવતમાં સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની તીક્ષણ હથિયારથી હત્યા કરવાના બનાવમાં પોલીસે ચાર શખસો ઝડપી લીધા છે.

સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણ અને કલ્પેશ કાંતિલાલ મકવાણા પર તેના ઘર પાસે ત્રણ શખસોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવાનને ગંભીર ઇજા થતા પ્રથમ સરકારી બાદ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણનું ટૂંકી સારવાર બાદ મુત્યુ હતું. જ્યારે કલ્પેશ કાંતિલાલ મકવાણા નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત કલ્પેશ કાંતિલાલ મકવાણાએ લાલો છગન કોળી, રામુ રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર સહિતના સામે રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જોકે બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જયારે રાવળદેવ યુવાનના પરિવારજનોએ જીયા સુધી હત્યારા ના ઝડપાઇ ત્યાં સુધી લાશનો કબ્જો લેવાની ના પડી હતી. પરંતુ પોલીસે સમજાવટથી ત્યારે મામલો થાળે પડી દીધો હતો. અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરુ કરી હતી. જેમાં પોલીસને બનાવના પાંચ દિવસ બાદ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા હાથ લાગી હતી. જેમાં પોલીસે બાતમીના આધારે મોરબીની શક્તિ ચેમ્બર પાસે રિક્ષામાં જઈ રહેલા સુરેશ ઉર્ફે લાલો છગન પનારા(ઉ.19)(કોળી), રામદેવ ઉર્ફે રામુ રાજુ ચાવડા ઉ.20 (ખવાસ), મયુરસિંહ ઉર્ફે લાલો મનુભા જાડેજા (ઉ.24), સલમાન દાદુભાઇ દાવલિયા (ઉ.21) રહે. તમામ રામકૃષ્ણ નગર વાળને ઝડપી લીધા હતા. પોલીસે ચારેય આરોપીની હત્યાના ગુનાહમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text