મોરબી : કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર કર્મચારીઓને થતા અન્યાય બાબતે રજૂઆત

- text


ફરજ દરમિયાન થતા શોષણ, અપૂરતા પગાર અને વધારાનાં કામનું દૂષણ દૂર કરી આશા વર્કર બહેનોને કાયમી સ્થાન, સમ્માન અને પૂરતો પગાર સહીતના પડતર પ્રશ્નોનાં નિરાકરણની માંગણી

મોરબી : રાજ્યભરમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર કર્મચારીઓ પોતાનાં હક્ક અને અધિકાર માટે શાંતિ અને શિસ્તપૂર્ણ લડત ચલાવી રહી છે ત્યારે આ લડતનાં ભાગરૂપે આજ રોજ બપોરે ૧૨.૩૦ કલાકે કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સમિતિ દ્વારા મોરબીનાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનાં નિવાસસ્થાને આવેદન આપવા પોહ્ચ્યા હતા. જ્યાં ધારાસભ્ય હાજર ના હોય તેના પીએને મહિલા સેનાનાં પ્રમુખ ચંદ્રિકા બહેન સોલંકી અને રજનીકાંત સોલંકી દ્વારા આવેદન આપી કર્મચારીઓને થતા અન્યાય બાબતે રજૂઆત કરી માંગ કરી હતી કે વર્કર બહેનોનું કામ દરમિયાન શોષણ થતું હોવાથી તમામ આંગણવાડી વર્કરોને વર્ગ-૪માં સમાવવામાં આવે. આંગણવાડીની વર્કર બહેનોને નામદાર સુપ્રિમકોર્ટનાં આદેશાનુસાર સાતમા પગારપંચ મુજબ લઘુત્તમ વેતન ચુકવવામાં આવે. આઈ.ડી.ડી.માં ખાલી જગ્યાઓ પર નિયમ મુજબ વર્કર બહેનોને સિનીયોરીટીને આધારે ૫૦ ટકા ધ્યાનમાં રાખી તાત્કાલિક વર્કરમાંથી સુપરવાઈઝર અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપવું. આંગણવાડીની મહિલા વર્કરો પાસેથી આધાર કાર્ડ, વસ્તી ગણતરી, વિધવા પેન્શન, સીનીયર સીટીઝન પેન્શનનું કામ બંધ કરાવી તેઓ માત્ર બાળ વિકાસની કામગીરી પર ધ્યાન આપી શકે તે માટે તેઓ પાસેથી અન્ય કામ ન કરાવવું. આમ, આશા આંગણવાડી વર્કર બહેનો સહીત કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર કર્મચારીઓની વિવિધ સમસ્યા અને મુદ્દાઓ પર ઘટતું કરવા માટે કોન્ટ્રાકટ અને ફિક્સ પગાર સમિતિ દ્વારા રજૂઆત કરાઈ હતી.

- text