સરકારએ કરેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવા મોરબી જિલ્લા ભાજપની ટીમ તૈયાર

- text


751 બુથના વિસ્તારકોને વિસ્તારક યોજનાની કીટ વિતરણ કરાઈ

મોરબી : જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવાયુ છે કે તા. ર૮ થી પ જૂન સુધી તમામ વિસ્તારકોએ જિલ્લાના તમામ બુથના મતદારોનો પરિચય કરી જન-જન સુધી કેન્દ્ર સરકાર, રાજય સરકારએ કરેલા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડશે. વિસ્તારક યોજના માટે મોબાઇલ એપ પાર્ટી તરફથી તૈયાર કરવામાં આવેલ છે જેમાં વિસ્તારકો દ્વારા સંપૂર્ણ વિગતો સ્થળ પરથી ઓનલાઈન ભરવાની રહેશે. તેમજ વિસ્તારક તરીકે જતા તમામ કાર્યકર્તાઓને કીટ વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સરકારશ્રીની યોજનાઓ અને તેના ધારાધોરણો અને મળતા લાભો અંગે માહિતી છે. સંપૂર્ણ કાર્યક્રમની વિગતો ભરવા માટે પ્રદેશ તરફથી દરેક વિસ્તારકને ભરવા માટે ફોર્મ પણ આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાની વિસ્તારક યોજના કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા જિલ્લાના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ સંભાળી છે. કીટ વિતરણ સમયે જિલ્લાના પ્રમુખ શ્રી રાઘવજીભાઇ ગડારા તથા મહામંત્રી શ્રી જ્યોતિસિંહ જાડેજા, શ્રી હિરેનભાઈ પારેખ તથા શ્રી ઘનશ્યામભાઈ ગોહિત, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રવિભાઈ સનાવડા સહિત સમગ્ર જિલ્લાની ટિમ તથા બક્ષિપંચ મોરચાના જિલ્લાના પ્રમુખ શ્રી જેઠાભાઇ મિયાત્રા તથા તેમની ટિમ તથા મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન દેત્રોજા તથા તેમની ટિમ તથા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી પ્રભુભાઈ ભૂત તથા કિસાન મોરચાના જિલ્લાના પ્રમુખ શ્રી પ્રભુભાઈ પનારા તથા તેમની ટિમ તથા જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી શ્રી શરદભાઈ ડાભી તથા મોરબી ગ્રામ્ય મંડલના પ્રમુખ શ્રી અરવિંદભાઇ વાંસદડિયા તથા તમામ મંડલના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તેમજ ભાજપ અગ્રણી શ્રી રવજીભાઇ રબારી સહિત જિલ્લાના તમામ 751 બુથના વિસ્તારકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકે પોતાની વિસ્તારક કીટ મેળવી હતી. તેવું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ વિજય લોખીલની યાદીમાં જણાવામાં આવે છે.

- text

 

- text