વાંકાનેરમાં ૨૮મીએ યોજાશે મહા રક્તદાન અને સર્વ રોગ નિદાન કેમ્પ

સ્વર્ગસ્થ માતા-પિતા ને શ્રદ્ધાંજલિ આપવા અને તેઓના સેવા કાર્યને આગળ ધપાવવા પરીવારની પહેલ

વાંકાનેર : વાંકાનેરને પોતાની કર્મભૂમિ બનાવનાર અને શહેરની નગરપાલિકા સંચાલિત મ્યુની.ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક દંપતી તરીકે પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વર્ગસ્થ શ્રી પ્રેમજીભાઈ એમ.વરિયા ( પી.એમ.વરીયા સાહેબ ) તેમજ સ્વર્ગ. શ્રી નયનાબેન પી. વરીયા ને શ્રદ્ધાંજલિ આપવા સમાન તેના પરીવાર દ્વારા રવિવારના રોજ વાંકાનેરમાં એક મહારક્ત દાન કેમ્પ તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૮ ના રવિવારના રોજ શહેર મધ્યે આવેલ શ્રી બંધુ સમાજ સાર્વજનિક દવાખાનામાં સવારના ૯.૦૦ કલાક થી યોજાનાર આ બંને કેમ્પો માં રાજકોટ ની વોલેન્ટરી બ્લડ બેંક તેમજ રાજકોટ ની આસ્થીન હોસ્પિટલના નામાંકિત ડોક્ટરોની પેનલ દ્વારા સામીલ થનાર વ્યક્તિઓની શારીરિક તેમજ માનસિક રોગ નું નિશુલ્ક ચકાસણી તેમજ તેની દવાઓ આપવામાં આવનાર છે.
તો આ વરીયા પરીવારન બંને નિશુલ્ક કેમ્પોમાં લાભ લેવા વરીયા પરીવાર તેમજ ભોલાભાઈ ( ક્રિશ મોબાઈલ) તેમજ ડેનીભાઈ ( પત્રકાર – દિવ્યભાસ્કર) એ અનુરોધ કર્યો છે.

આ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં બ્લડપ્રેશર , ડાયાબીટીશ,પક્ષઘાત, મગજનો તાવ, ફેફસાના રોગો, હાડકા અને મગજના રોગો, ટી.બી,શ્વાશના રોગ,એલર્જી ના રોગ,લાંબા ગાળાની ઉધરસ તેમજ અનીન્દ્રા,પેટ,આતરડા,એપેન્ડીક્સ,લીવર,કીડની,પ્રોસ્ટેટ,તેમજ પેશાબના દર્દોનું  નિવારણ તથા તમામ પ્રકારના કેન્સરનું  નિદાન અને સારવાર કરવામાં આવશે.