વાંકાનેરમાં આશાવર્કર બહેનોનું વિરોધ પ્રદશન

વાંકાનેર: કેન્દ્ર સરકાર પોતાના ત્રણ વર્ષના શુશાસનના બણગા ફૂકી રહી છે ત્યારે આજ રોજ સમગ્ર રાજ્ય માં આશા વર્કર બહેનોએ કરેલા એલાન મુજબ વાંકાનેરની આશા વર્કર બહેનો દ્વારા ચૂંટણી સમયે તેઓને આપેલા વાયદાઓના ઢંઢેરા ની હોળી કરી હતી.
લોકસભા અને ધારાસભાની ચૂંટણી સમયે રાજ્યની ૧ લાખથી વધુ આશા વર્કર બહેનો માટે પગાર વધારા, લઘુતમ વેતન, ગ્રેચ્યુટી સહીત અનેક બાબતોએ કરેલા વાયદાના ઢંઢેરા માંથી એક પણ વાયદો પૂર્ણ ન કર્યો હોય સમગ્ર રાજ્ય ની માફક વાંકાનેર ની આશા વર્કર બહેનોએ આજ રોજ બપોરના સમયે તાલુકા પંચાયત પરિસર માં આવેલ આઈ.સી.ડી.એસ.ની ઓફીસ પાસે એકઠી થઇ રાજ્ય સરકારના વાયદા પત્ર નો સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને વાયદા પત્ર રૂપી ઢંઢેરાની હોળી કરી હતી.