ટંકારાના સેવાભાવી યુવાનનો નો દરિદ્ર નારાયણ માટે સેવાયજ્ઞ

- text


બિપીનભાઈ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી સમાજના જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવે કરે છે સેવા

ટંકારા : વૈભવી સગવડોની ઘેલછા અને અતિ વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાર્થવાદને વધુ લક્ષ્ય અપાતા સેવાનું મુલ્ય વિસરાઈ રહ્યું છે. ત્યારે ટંકારાના સેવાભાવી બીપીનભાઈ છેલ્લા પાંચ વર્ષથી સેવાની જ્યોત અખંડિત રાખી રહ્યા છે. તેઓ દરિદ્ર નારાયણ અને મનોવિકલાંગોની નિસ્વાર્થ ભાવે સેવા કરી તેમજ બિનવારસી મૃતદેહોને અવ્વલ મંઝીલે પહોચાડીને તેમના અસ્થીનું વિસર્જન કરીને પુણ્યકાર્ય કર્યાની અનુભૂતિ કરે છે.
ટંકારામાં રહેતા મૂળ જબલપુરના બીપીનભાઈ પ્રજાપતિ છેલા પાંચ વર્ષથી આ સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે. રખડતા ભટકતા ભિક્ષુક, મનોવિકલાંગો જેવા સમાજથી તરછોડાયેલા વ્યક્તિઓને ઈશ્વર સમાન માનીને તેમનું કાળજીપૂર્વક જતન કરે છે. માનવસેવા એજ પ્રભુસેવા તેનો જીવન મંત્ર છે. જ્યારે તેઓ ઘરની બહાર ગાડી લઈને કોઈ કામ કે પ્રસંગોમાં બહાર નીકળવાનું થાય ત્યારે રસ્તામાં જે ભિક્ષુક કે માનસિક અસ્થિર નજરે ચડે તો તેમને સ્વજનની જેમ પ્રેમ આપી ગાડીમાં બેસાડી ઘરે લઇ આવે આવા વ્યક્તિઓને સ્નાન કરાવી પ્રેમપૂર્વક જમાડીને નવા કપડા પહેરાવીને તેની મૂળ જગ્યાએ મૂકી જાય છે. આ સેવા ક્રમ તેનો કાયમી બની ગયો છે અને તેમના આ સેવા કાર્યમાં ટીનાભાઈ કક્કડ અને વિનેશભાઈ નમેરા મદદરૂપ બને છે. પાંચ વર્ષ સુધીમાં તેમણે ૧૦૦ ભિક્ષુકો, મનોવીક્લાંગની આ રીતે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે. એટલું જ નહી ટંકારામાં કોઈ બિનવારસી મૃતદેહ મળી આવેતો બીપીનભાઈ તેમની સ્વજનની જેમ અંતિમ વિધિ કરે છે. તેમની અસ્થીનું પણ ધાર્મિક વિધિ મુજબ વિસર્જિત કરે છે. આ સેવા પ્રવૃત્તિ અંગે બીપીનભાઈ પ્રજાપતિએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતા કહે છે કે આ સેવા પ્રવૃતિથી મને કઈક ઋણ ચૂકવ્યાની અનુભૂતિ થાય છે.આં કાર્ય કર્યા પછી એ વ્યક્તિના ચહેરાપર જે ખુશી જોવા મળે છે તે મારા માટે વિશેષ છે અને એનાથી મારું જીવન ધન્ય બની ગયાની અનુભૂતિ કરું છું.

- text