વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે જિલ્લા કલેકટરે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક કરી

- text


મોરબી : આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લામાં મતદાન મથકોમા થતા સુધારા-વધારા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મોરબી શ્રી આઇ.કે પટેલની અધ્યક્ષતામાં ગત તા. ૨૫-૦૫-૨૦૧૭ ના રોજ કલેકટર કચેરી, મોરબી ખાતે મળેલ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિશ્રીઓ અને ૬૫- મોરબી ,૬૬ ટંકારા તથા ૬૭ વાંકાનેરના વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અગાઉ ૨૦૧૬માં મોરબી જિલ્લામાં કુલ ૮૫૫ મતદાન મથકો હતા તેમાં નવા ૨૩ મતદાન મથકો માટેની દરખાસ્ત અંગે વિચારણા કરવામાં આવી હતી. રાજકીય પક્ષો તરફથી કરવામાં આવેલા સુચનો ધ્યાને લઇ મતદારોને મતદાન કરવા માટે તેમના રહેઠાણથી નજીકમાં મતદાન મથક મળી રહે તે બાબતેો ધ્યાને લઇ નવા ૨૩ મતદાન મથકો મંજુરી માટે ચૂંટણી પંચને મોકલવા તથા મતદારોની સંખ્યાને ધ્યાને લઇ ૪૪ મતદાન મથકોમાં આંતરીક ફેરફારો કરી મતદાન મથકોમાં પુનર્ગઠન/સુધારા અંગે તથા જુલાઇ માસથી શરૂ થતી સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે રાજકીય પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

- text

- text