મોરબી : માળીયા ફાટક પાસે અકસમાત : એકને ઇજા

- text


મોરબી : સામાકાંઠે માળીયા ચોકડી પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

- text

બનાવની વિગત મુજબ વાવડી રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા કનૈયાલાલ ત્રિકમભાઇ સોલંકી (ઉ.55) આજે સવારે પોતાના કામ અર્થે બાઈક પાર જઈ રહ્યા હતા. ત્યારે સામાકાંઠે માળીયા ફાટક પાસે અજાણ્યા કાર ચાલકે તેમના બાઈકને ઠોકર માર્ટા તેમને હાથ અને પગના ભાગે ઇજા પોંહચતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ અકસ્માત સર્જનાર કાર ચાલાક કાર સાથે ફરાર થઇ ગયો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text