મોરબી : પોલીસની કડક ટ્રાફિક ઝૂંબેશ : 42 સામે ટ્રાફિક ભંગનો ગુન્હો નોંધાયો

- text


મોરબી : મોરબી શહેર અને તાલુકા પોલીસે આજે કડક ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે આજે સાંજ સુધીમાં 31 વહોનો ડિટેઇન કરવાની સાથે કુલ 42 વાહન ચાલકો સામે ટ્રાફિક ભંગનો ગુન્હો નોંધ્યો હતો.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ આજે મોરબીમાં પોલીસે ટ્રાફિકના નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પીઆઇ ઓડેદરા સહિતના સ્ટાફે સાંજ સુધીમાં 16 વાહનો ડિટેઇન કરવાની સાથે 34 વાહનો સામે ટ્રાફિક ભંગનો ગુન્હો નોંધ્યો હતો. જયારે બી ડિવિઝન પોલીસે 6 વાહનો ડિટેઇન કર્યા હતા. તેમજ મોરબી તાલુકા પોલીસના પીએસઆઇ ગઢવી સહિતના સ્ટાફે તાલુકા વિસ્તારમાં અને ખાસ કરીને નેશનલ હાઇવે પર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 9 વાહનો ડિટેઇન કર્યા હતા એને 8 વાહનો સામે ટ્રાફિક ભંગનો ગુન્હો નોંધ્યો હતો. આમ પોલીસે આજે સાંજ સુધીમાં કુલ 31 વાહનો ડિટેઇન કરી 42 સામે ગુન્હો નોંધ્યો હતો અને સ્થળ પર 12 હાજરથી વધુનો દંડ વસુલ કર્યો હતો.

- text